દિવ્યાંગ બસ પાસ યોજનાનો હેતુ
નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત એસ.ટી. બસ પાસ યોજના ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાતના દિવ્યાંગ વ્યકિતઓને વધુ અભ્યાસ માટે, સારવાર માટે, નોકરી ધંધાના સ્થળે કે અન્ય કોઈપણ સ્થળે સરળતાથી જઈ શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. દિવ્યાંગ લાભાર્થી આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની હદમાં GSRTC ની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે.
યોજનાની પાત્રતા
Government of Gujarat ના e samaj kalyan યોજના માટે પાત્રતા નક્કી કરેલી છે. જેમાં દિવ્યાંગ બસ પાસ યોજના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
- દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઈએ.
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
ગુજરાતના દિવ્યાંગ લાભાર્થીઓ Handicapped bus pass form online અરજી કરવાની રહેશે. જેના દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં, ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.
| યોજનાનું નામ | Divyang Bus Pass Yojana |
| ભાષા | ગુજરાતી અને English |
| ઉદ્દેશ | દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓ ધંધા, રોજગાર મેળવીને તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય |
| લાભાર્થી | દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને |
| સહાય | દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા લાભાર્થીઓને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરી શકશે. |
| ઓફિશીયલ વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/મેડિકલ પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
- જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
- અરજદારની સહી
- અરજદારનો ફુલ ફોટો
Recent Posts
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) 2025
Aug 30, 2025